દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯. વચનવિવેક વિષે
Revision as of 10:22, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
૯. વિચન વિવેક વિષે
મુખની વરાળ કાઢી નાખતાં કળાય પેટ,
તે માટે મોટા મનુષ્ય મત નથી તાણતા;
જ્વાળામુખી થકી જો ન નીકળે ગંધક રસ,
જમીનના પેટમાં શું છે તે કોણ જાણતા;
પાણી કે પાષાણ હશે, કે સોનાની ખાણ હશે,
એવું એવું ધારીને અચંબો ઉર આણતા;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
વાસતે વાચાળને લોકો નથી વખાણતા.