બારી બહાર/૫. પદે

From Ekatra Wiki
Revision as of 01:35, 18 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. પદે

ભલે જલધિના મહા વમળમાં જઉં હું શમી,
અને તિમિરમાં ભૂલી પથ, રહું વને આથડી;
વિરામ વિણ, તપ્ત હું રણ મહીં ચહું ચાલવું;
પરંતુ નવ દીનતા-શબદ તો કદી ઉચ્ચરું.

નહીં, ખરડયું અશ્રુએ, કદીય નાથના પાયમાં
ધરું હૃદયને, તૂટેલ કદી વેદનાવજ્રથી;
બસૂર ગીત દીનતાસૂર થકી થતાં ગાઉં ના :
ફૂટેલ ઉર-વાદ્યનું ધરીશ પાયમાં મૌન હું.