પૂર્વાલાપ/૨૪. વ્હાલાંઓને પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 12:10, 3 December 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪. વ્હાલાંઓને પ્રાર્થના


[અંજનીગીત]

રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
સાથે રોતું ને જોતું!

વ્હાલાંઓ! વ્હાલાંને કહેજો!
સાગરમાં તો સાથે વ્હેજો!
સ્હેવાનાં એકાબીજાનાં
સાથે સૌ સ્હેજો!

નોંધ: