પરકીયા/હજી નથી ભૂલ્યો

From Ekatra Wiki
Revision as of 05:13, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હજી નથી ભૂલ્યો

સુરેશ જોષી

હજી નથી ભૂલ્યો એને –
નગરની અડોઅડ ઘર આપણું એ
નાનું શું એકાકી;
શ્વેત અને નિસ્તબ્ધ;
પ્રોમોના પ્લાસ્ટરે ઘડી, વળી એક સ્થવિર વિનસ
આછાં ઝાંખરાંથી ઢાંક્યો નગ્ન એનાં અંગોનો આભાસ
અને સૂર્ય, સાંજવેળા બારીએ કો જલધોધ સમો
ધોધમાર, ચૂર્ણ થઈ વરસતો પ્રજ્વલિત કિરણોએ;
કુતૂહલભર્યા નભતણું વિસ્ફારિત નેત્ર –
જોઈ રહેતો આપણું એ સાંજનું નિશબ્દ ખાણું –
બનાતના પડદાઓ, મેજ પરે પાથરેલું વસ્ત્ર ફાટ્યું,
દીપિકાની જ્યોત જેમ અજવાળી દેતો જાણે!