અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 00:41, 23 February 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રમુખીય પ્રવચનો

: ૨ :

Adhit Title art.png

ગુજરાતીનો અધ્યાપક સંઘ

Gujaratino Adhyapak Sangh - Logo.jpg

સંપાદકો

ચંદ્રકાન્ત શેઠ • જયદેવ શુક્લ
ભરત મહેતા • જગદીશ ગૂર્જર

ગૂર્જર ગ્રંથ૨ત્ન કાર્યાલય

ADHIT: PRAMUKHIYA PRAVACHANO
Editors: Chandrakant Sheth, Jaydev Shukla Bharat Mehta, Jadish Gurjar
published by Gurjar Granthratna Karyalaya, Ahmdabad, ૧૯૯૭

પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર, ૧૯૯૭ નકલ : ૫૦૦

પૃષ્ઠસંખ્યા : ૬ + ૩૪૨

મુદ્રણસજ્જા : રમણ સોની

કિંમત: રૂ. ૨૦૦.૦૦

પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ-૩૮૦૦૦૧

ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય, જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ-૩૮૦૦૦૧

મુદ્રક : ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ બારડોલપુરા, અમદાવાદ-૪

નિવેદન

ગુજરાતીનો અધ્યાપકસંઘ'ના રજતજયંતી સંમેલન પ્રસંગે (૧૯૭૪) સંમેલન-પ્રમુખોએ આપેલાં વ્યાખ્યાનોનો સંચય ‘અધીત' (સં. ચિમનલાલ ત્રિવેદી, ચિનુ મોદી) પ્રસિદ્ધ થયો હતો. આજે, ૧૯૯૭માં, સંઘના પચાસમા વર્ષની ઉજવણી પ્રસંગે પ્રમુખીય વ્યાખ્યાનોનો આ બીજો સંચય ‘અધીત : પ્રમુખીય પ્રવચનો' પ્રકાશિત થઈ શક્યો છે એનો આનંદ છે. આપણો સંઘ જેમના વિચારમાંથી અસ્તિત્વમાં આવ્યો એ શ્રી ડોલરરાય માંકડ, અધિવેશનના પ્રથમ પ્રમુખ શ્રી રામનારાયણ પાઠક અને અન્ય દૃષ્ટિમંત પૂર્વસૂરિઓનું સાદર સ્મરણ કરીએ છીએ. આપણું અધ્યયન અને અધ્યાપન તેજસ્વી કઈ રીતે બને એવી ચિંતા સતત ગુજરાતીનો અધ્યાપકસંઘ કરતો રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત યોજાતા અધ્યાપક કાર્યશિબિરો' આ દિશામાં માંડેલાં ડગલાં છે. આ શિબિરોમાં જેટલા મિત્રોએ જોડાવું જોઈએ તેટલા મિત્રો જોડાતા નથી એ વાત ખેદ સાથે નોંધવી રહી. આથી જ ખોંખારીને કહેવું પડશે કે આજે આપણને પગારની કે પગાર વધારાની જેટલી ચિંતા થાય છે તેટલી આપણી સજ્જતા વધારવાની નથી થતી. આપણી વચ્ચેથી શુદ્ધ ને સાદગીપૂર્ણ ભાષાભિવ્યક્તિવાળા અધ્યાપકો ઘટતા જાય છે ત્યારે શું કરવું એની પણ ચિંતા કરવી પડશે.

*

‘ગુજરાતીનો અધ્યાપક સંઘ'ને પચાસ વર્ષ પૂરા થતાં હોઈ તેના સુવર્ણ મહોત્સવ નિમિત્તે, ઉપર જણાવ્યું તેમ, પ્રમુખીય પ્રવચનોનો પ્રકાશિત થતો આ બીજો સંચય ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે ગુજરાતીના અધ્યાપક માનસની ગતિ ઊંડાણ અને વ્યાપના સંદર્ભમાં કેવી છે તેનો વાસ્તવિક ખ્યાલ આપી રહે છે. અહીં રજૂ થયેલાં ૨૧ વ્યાખ્યાનોમાં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-અધ્યાપન અંગે કેવી વાસ્તવિક સ્થિતિ છે અને તે સ્થિતિમાં અસરકારક ફેરફારો કઈ રીતે કરી શકાય તેની ચર્ચાવિચારણા આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ, ડૉ. ચંદ્રકાન્ત શેઠ તથા પ્રા. નરોત્તમ પલાણનાં પ્રવચનોમાં જોવા મળે છે. સાહિત્યના સર્જન, ભાવન ને વિવેચનના સંબંધ- સંદર્ભમાં આ વ્યાખ્યાનોમાં ઠીક ઠીક ચર્ચા થઈ છે. ડૉ. રમણલાલ જોશી, પ્રા. જશવંત શેખડીવાળા, પ્રા. જયંત પારેખ અને ડૉ. હર્ષદ ત્રિવેદી વગેરેએ અનુભવ તથા વાચન-મનન વગેરેને બળે આ સંદર્ભે કેટલીક ઉપયોગી છણાવટ કરી છે. ગ્રંથાવલોકનના વિષયે લઈ પ્રા. ગંભીરસિંહ ગોહિલે વાત કરી તેય આવકાર્ય ગણાય. વળી કાવ્યવસ્તુને અનુલક્ષતી ડૉ. જયંત પાઠકની આપણી કાવ્યવિચાર પરંપરાના કેટલાક મુદ્દાઓને લઈને કરાયેલી ડૉ. ઉપેન્દ્ર પંડ્યા, ડૉ. ઈશ્વરલાલ દવે તથા ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા વગેરેની વિચારણા સાહિત્યપદાર્થના ગ્રહણ-આકલનમાં ઉપયોગી થાય એવી હોવા સાથે વિચારોત્તેજક પણ છે. સાહિત્યસ્વરૂપની તાત્ત્વિકથી માંડી ઐતિહાસિક ભૂમિકાને લગતી ચર્ચાઓ પણ અહીંનાં પ્રવચનોમાં જોવા મળશે. ડૉ. પ્રમોદકુમાર પટેલ, આચાર્ય શ્રી વિનોદભાઈ અધ્વર્યુ, ડૉ. મધુસૂદન પારેખ તથા ડૉ. પ્રભાશંકર તેરૈયાનાં પ્રવચનો તેનાં નિદર્શનો છે. કવિશ્રી ઉશનસે છાંદસપ્રવૃત્તિના અનુષંગે શિખરિણીને લઈને રજૂ કરેલાં નિરીક્ષણો તથા ડૉ. ચિમનલાલ ત્રિવેદીના માત્રિક છંદોના અનુષંગે ઝૂલણા-હરિગીતના કાવ્યગત વિનિયોગનાં આપેલાં ઉદાહરણો પિંગળ દૃષ્ટિએ પણ ઇષ્ટ છે. આ પ્રવચનોમાં તુલનાત્મક સાહિત્યના અધ્યાપન સંદર્ભે ડૉ. ધીરુ પરીખે તથા રાધાને અનુલક્ષીને ગુજરાતી, બંગાળી તથા હિન્દી કવિતાની ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ વાત કરી છે. પ્રા. કનુભાઈ જાનીએ લોકવાઙ્મયની દિશામાં વ્યક્ત કરેલા વિચારો પણ કેટલીક પાયાની ચર્ચા જગાવે એવાં મહત્ત્વના છે. આમ આ પ્રવચનો ગુજરાતી ભાષા-સાહિત્યનું વિચારક્ષેત્ર કેટલું વૈવિધ્યસભર ને વિશાળ છે તેનો સંકેત કરે છે. આ પ્રવચનોમાં રજૂ થયેલા વિચારોની ઊંડે ઊતરીને સાધકબાધક ચર્ચા પણ કરી શકાય, પરંતુ અત્રે તો માત્ર પ્રવચનના નામ-નિર્દેશથી જ સંતોષ માન્યો છે. આ ગ્રંથ સંઘના ૧૯૯૭ના સભ્યોને પચાસમા વર્ષની ઉજવણી નિમિત્તે ભેટ આપી શકાય છે એનો સઘળો યશ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહને જાય છે. આ વિદ્યાકાર્ય એમના સહયોગ વિના થઈ શક્યું ન હોત તેથી તેમના આભારી છીએ. મિત્ર રોહિત કોઠારીએ આ ગ્રંથનું કામ ખૂબ ઝડપથી, ચીવટથી અને સુન્દર રીતે કરી આપ્યું છે એ માટે એમના આભારી છીએ.

ચંદ્રકાન્ત શેઠ ભરત મહેતા જયદેવ શુક્લ જગદીશ ગૂર્જર