સંચયન-૬૨

From Ekatra Wiki
Revision as of 17:10, 26 June 2024 by Meghdhanu (talk | contribs) ()
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan 62 Cover.png
સંચયન - ૬૨

પ્રારંભિક

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૪: જૂન ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪

સમ્પાદકીય
»  રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા ~ કિશોર વ્યાસ
કવિતા
»  ઉદ્ધવ ગીતા ~ વીરુ પુરોહિત
»  ભગ્ન સ્વપ્નની નાવ ~ સ્નેહરશ્મિ
»  ચંદરોજ ~ ચાંપશી વિ. ઉદેશી
»  આ અમે નીકળ્યા ~ રાજેન્દ્ર શુક્લ
»  દુનિયા અમારી ~ ભાનુપ્રસાદ પંડ્યા
»  કતલ કરે અને કૈં ખબર પડે ના ~ અમૃત ઘાયલ
»  ગુજરાત ~ ચંદ્રવદન ચી. મહેતા
»  પલ ~ મણિલાલ દેસાઈ
»  ઝાલાવાડી ધરતી ~ પ્રજારામ રાવળ
»  વિદાયઘડી ~ સાબિર વટવા
»  રત્ય ~ પ્રદ્યુમ્ન તન્ના
»  કાંડું મરડ્યું ~ મનોહર ત્રિવેદી
»  અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અનુ. સુરેશ દલાલ
»  વાસંતી વાયરો ~ પન્નાલાલ પટેલ
વાર્તા
»  બારી પર ખેંચાયેલા પડદા ~ વીનેશ અંતાણી
»  સાંકડી ગલીમાં ઘર ~ વિજય સોની
સ્મૃિતલોક
»  સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે ~ રીના મહેતા
»  હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ ~ ચંદ્રકાન્ત ટોપીવાળા
વિવેચન
»  સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ ~ ઝવેરચંદ મેઘાણી
કલા જગત
»  મારી નજરે ~ રવિશંકર રાવળ

સમ્પાદકીય

Sanchayan 61 - 1.png

પંખીલોક
છે, પંખીઓ હજી ગામ છોડીને - સીમખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ સ્થળો બદલાયાં છે, પેલાં દેશી નળિયાવાળાં બબ્બે પડાળિયાં મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં-રસાણે ચઢેલાં -દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ - ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા, વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં જ ક્યાં છે - જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે, કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા - કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડપંપ’ કે ‘સબમર્સીબલ પંપ’ આવી ગયા છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ