એકાંકી અને ગુજરાતી એકાંકી/કૃતિ-પરિચય
Jump to navigation
Jump to search
{[Heading|કૃતિ-પરિચય}}
પ્રો. જયંત કોઠારીએ ‘સાહિત્યસ્વરૂપ સ્વાધ્યાય શ્રેણી’ શરુ કરેલી તે અંતર્ગત ગુજરાતી સાહિત્યના સ્વરૂપો વિશે કેટલાંક સ્વાધ્યાયપૂર્ણ સંપાદનો તેમણે આપ્યાં છે. એમાંનું એક સંપાદન તે ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ છે. આ સંપાદનમાં એકાંકી સ્વરૂપ અને એકાંકીના સમગ્ર ઇતિહાસ તથા વિકાસને દર્શાવતાં કુલ ૧૧ લેખ છે. અહીં જયંતી દલાલ, ઉમાશંકર જોશી, નંદકુમાર પાઠક, રામપ્રસાદ બક્ષી વગેરેએ આપેલા એકાંકી સ્વરૂપ અને ઇતિહાસ વિશેના અભિપ્રાયો અભ્યાસીને એકસાથે મળી રહેશે. ઉપરાંત એકાંકી સ્વરૂપના અન્ય અભ્યાસીઓએ રજૂ કરેલા મહત્ત્વના ૧૯ જેટલાં બીજાં અભિપ્રાયો પણ અહીં સંપાદકે જોડ્યા છે. સાથે વિસ્તૃત સંદર્ભસૂચી પણ જોડવામાં આવી છે. એ રીતે આ સંપાદન અભ્યાસીઓને ઉપયોગી બને તેવું છે.