અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઝલમલ ઝલમલ નજદીલ-લહરી
Revision as of 07:43, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ઝલમલ ઝલમલ નજદીલ-લહરી
રાજેન્દ્ર શાહ
ઝલમલ ઝલ મલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,
પૂરવ ગગનને અરુણ કિરણ મૃદુ વિકસત રક્ત કમલદલ.
મધુ-પરિમલ-રત અલિગણ ગુંજે,
મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;
કહીં, પ્રિય!
કહીંતુમ નિવસત? નયનન વ િક લ ભમે મુજ થલથલ,
ઝલમલ ઝલમલ નદીજલ-લહરી, પવનવ હે પણ મલમલ.
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
તરસત હૃદય લુભાવત ખલ છલનામય મૃગજલમાયા.
અલસ સમીર, ન કિસલય કંપે,
કૂજનરવહી ન ખગ નીડઅંકે;
કહીં, પ્રિય!
કહીં તુમ નિવસત? રે મુજ ભ્રમણક્લાન્ત દગકાયા,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા.
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ,
શૂન્ય રજની ત્રમ ત્રમ ઉર વીંધત મૂર્છિત સ્વપ્ન સુકોમલ.
દલદલ કુસુમ ઝરે અવની પર,
પરિમલમય દિગદિગન્ત અંબર;
કહીં, પ્રિય!
કહીં તુમ નિવસત? નયનન શિશિર-સલિલ-સર છલછલ,
અતલ તિમિર, તંદ્રિત નભન્તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.