કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૦. રણ
Revision as of 10:42, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૧૦. રણ
– જયન્ત પાઠક
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ આભનો
તડકો ચરે.
પગલાંમાં પડછાયા તફડે
પેટભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરડ
પવનની ચપટીમાં ચોળાઈ
મેશ થૈ આભ
આંખથી દદડે.
રણદ્વીપોનાં લીલાં છોગાં
મૃગજળ ઉપર તરે.
ક્યાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ઊંચીનીચી ઊંટગતિનાં મોજાં ઉપર મોજાં
ઊછળે
ઢળે.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)