કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૩. બાનો ઓરડો

From Ekatra Wiki
Revision as of 12:27, 6 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૩. બાનો ઓરડો

જયન્ત પાઠક

જન્મતાંવેંત
બાની છાતીએ, બાની પથારીમાં;
ભાંખોડિયાં ભરીભરીને છેવટે
બાના ખોળામાં;
શેરીમાં રમી-રખડીને, છેવટે
બાના ખોળામાં;
સંસારમાં બા જ એક હાથવગી, પ્રેમવગી ત્યારે —

ને આજેઃ
બહારથી આંગણે આવીને
ઘરમાં જોઉં છું તો
બાનો ઓરડો કેટલો આઘો દેખાય છે!
પહોંચતાં કેટલી વાર થાય છે!

૨૮-૮-૧૯૮૪

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)