ઓથ
ઓથ (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) એક સ્ત્રી બે તમાચા લગાવી દે છે અને બહાર ધોધમાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડે છે એવી અનુભૂતિ કથાનાયિકાને મા, ઘર, પ્રિયતમ સાથેનાં ભ્રમણોમાં પહોંચાડે છે. છેવટે, મારનાર સ્ત્રીના અપરાધભાવ અને નાયિકાના વિખેરાઈ જતા ભાવની સમાન્તરતાનું આલેખન છે. બે સ્ત્રીના સંબંધને આધારે ઊભી થતી અન્ય સંબંધોની વ્યંજકતા વાર્તાનો નિરૂપ્ય વિષય છે. ચં.