કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત
Revision as of 12:25, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત)
૩. આવ્યો વસંત
ઉશનસ્
આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં;
તે આ ઋતુ, પૃથિવી જ્યાં ફૂલગુચ્છ જેવી
ગૂંથાતી નીલ નભસુંદરીકુંતલોમાં;
તે આ ઋતુ જ, ક્ષિતિ જ્યાં ધૂપદાની જેવી
ભાનુપરિક્રમણમાં કુસુમોની ભીડે
આકાશમાં સુરભિનાં ઘન ઉત્સૃજે છે!
આ તે ઋતુ, પૃથિવી જ્યાં નવ ઓળખાતી
સ્વર્ભૂમિથી અલગ પુષ્પવિભૂતિઆઢ્ય,
ફૂલોની હ્યાં ભરતી નંદન શી, ન ન્યૂન
દેવાંગનાથી મધુમાં અહીં નારી રૂપે.
ને આ રતે મદન સ્વર્ગનું ક્ષેત્ર છોડી
આવી અહીં; ગડી કરી મૂકી જાળવ્યા શી
લ્હેરો સ્ખલે, દિન પલેપલ ગાઢ ભોગ્ય!
પ્રત્યેક ચંદ્ર મધુનો મધુરાત્રિયોગ્ય!
૯-૨-૫૫
(સમસ્ત કવિતા, પૃ. ૧૫)