અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લ રાવલ/ગોબો

Revision as of 07:10, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs)


ગોબો

પ્રફુલ્લ રાવલ

થાય છે આખે આખો અસબાબ આપી દઉં
ભૂંસી નાખું હથેળી પરની રેખાઓ
જમે બાળપણમાં ભંસતો’તો કાળી પાટી પરના અક્ષરો!
વા સી દઉં સ્મૃતિ મંજૂષાને તાળું,
ને ફાડી નાખું સ્ને હતરસ્યા કાગળો
ઓલવા યેલી અપેક્ષામાં
નથી રાખવું મારે કશું જ
મારું ન કહી શકાય તેવું!
ભલે ફાટતાં રહે, નથી સાંધવા વસ્ત્રો,
ભલે ઊખડ્યા કરે ભીંત પરથી પોપડા એક પછી એક,
હવે નથી સમારવી દીવા લ!
નથી સંચારવું ચૂતું છાપરું!
ભલે પછડાઈ પછડાઈને ગોબાઈ જાય વા સણો,
મારે નથી ઉપાડવો કોઈનોય ગોબો!