અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંજુ વાળા/પ્રતીતિ

Revision as of 09:10, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતીતિ|સંજુ વાળા}} <poem> અચાનક બધું ગોઠવાઈ જાય યથાસ્થાને પહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રતીતિ

સંજુ વાળા

અચાનક બધું ગોઠવાઈ જાય
યથાસ્થાને
પહેલાં પહેલાં તો કાંઈપણ પરખાય નહીં.
પકડાય
છટકે
જોતજોતામાં તો બધું વેરવિખેર
પછી ધીમે ધીમે વિકસે.
ધખધખે
નદી-કૂવા-તળાપ-ખાબોચિયાં
અને અંજલિ...
પછી વરાળ
બંધાતો અનુભવાય પિંડ
ઝીણો ઝીણો ફરકાટ
ઓળખાય
બધું વ્યવસ્થિત, સ્થિર
તેની આસપાસ ગૂંથાય પ્રતીતિઓ
વચ્ચે વચ્ચે ફરતી રહે આંગળિયો.
છેક તળિયેથી ઊપસી આવે ઊભરાટ
ઝિલાય
અને એક સમયે અચાનક
અવતરણ,
પણ
આ બધું જ અચાનક.