અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/સંધ્યા

Revision as of 11:54, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંધ્યા|પ્રાણજીવન મહેતા}} <poem> પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંધ્યા

પ્રાણજીવન મહેતા

પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળું.
ગોધૂલિની રજમાં
ઊડતા તારક થૈ ધૂંધળા.
રાત હજુ તો પાદર ઊભી
પીપળ-છાંયે ઝાંઝર બાંધે.
ગોખમાં બેઠું મન મરકતું.
દીવાસળીની પેટીએ પૂરેલું
અજવાળું હલબલતું.
ટહુકો કરી ઊડી ગયેલ, મોરના
આંગણ ખરી પડેલા પિચ્છે
હું નભે ચીતરું ચાંદ
સૂર્ય હવે તો મારી નજરમાં ખરતું પાંદ.