અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/અંતિમ ઇચ્છા: ૨

Revision as of 07:16, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંતિમ ઇચ્છા: ૨|લાભશંકર ઠાકર}} <poem> ઊંચી તમારી પ્રિય પુષ્ટ કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અંતિમ ઇચ્છા: ૨

લાભશંકર ઠાકર

ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા
નાહ્યા પછી રોજની જેમ હાથમાં
પ્રવેશશે છાબ લઈ, અજસ્ર
મોંથી હસે મંત્ર ઝરંત, સિક્ત
નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત
ઢળ્યો હશે આતપ સ્હેજ હે સખે
વિશ્રબ્ધ મારા મુખ-શો; ધીમે ધીમે
આવી અહીં આંગણમાં કરેણની
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ઘ
લંબાવશો; કંપતી અંગુલિ થકી
થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે
ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.