ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પલોક

Revision as of 13:15, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)


કલ્પલોક (Utopia) : કાલ્પનિક રાજ્ય વિશેના ટોમસ મૂરના ‘યુટોપિયા’ નામના પુસ્તક પરથી આ સંજ્ઞા અસ્તિત્વમાં આવી. આદર્શ જીવનવ્યવસ્થાવાળા રાજ્યની મનુષ્યની કલ્પનાનો અહીં નિર્દેશ છે જેનો સૌ પ્રથમ વિચાર પ્લેટોએ ‘રિપબ્લિક’માં કરેલો. ટોમસ મૂરની નવલકથાના પ્રકાશન બાદ આ પ્રકારના આદર્શરાજ્યનું નિરૂપણ કરતી નવલકથાઓ લખવાની પ્રણાલી સ્થિર થઈ. સામાન્ય રીતે આ પ્રકારની નવલકથાઓમાં સુદૂરના પ્રદેશમાં આવી પહોંચતા સાહસિક પ્રવાસીને તે પ્રદેશમાં થતા કલ્પલોકના દર્શનનું નિરૂપણ હોય છે. વીસમી સદીમાં પણ કલ્પલોક નવલકથાઓ લખાતી રહી છે. જેમ્ઝ હીલ્ટનકૃત ‘લોસ્ટ હોરિઝન’(૧૯૩૪) તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. હ.ત્રિ.