મોહન પરમારની વાર્તાઓ/૪. અશ્વપાલ પીંગળા અને કાનાજી

Revision as of 06:33, 8 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. અશ્વપાલ પીંગળા અને કાનાજી|}} {{Poem2Open}} કાનાજીની હડફેટે કૂતરુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. અશ્વપાલ પીંગળા અને કાનાજી

કાનાજીની હડફેટે કૂતરું આવતાં આવતાં બચ્યું. કાનાજીએ હવામાં ધારિયું વીંઝ્યું. ટાઉં ટાઉં કરતું કૂતરું ગામતળાવ બાજુ ભાગ્યું. કાનાજી લથડાતા પગલે ગામના ચોતરે આવ્યો. એક હાથ ચોતરા પર ટેકવીને વડલા પર નજર ફેરવી. જાણે એ વડલાનાં પાંદડાં ગણતો હોય તેમ એક-બે-ત્રણ-ચાર એમ બોલવા લાગ્યો. તે દરમિયાન ઢીલી થયેલી કેડમાંથી ધોતિયાનો છેડો નીકળી ગયો. નિશાળે જતાં છોકરાં ભેગાં થઈને બધો તાલ જોવા રોકાયાં, કાનાજી ધોતિયાનો છેડો પકડીને કેડમાં ઘાલવા મથવા લાગ્યો. છેડો માંડ માંડ કેડમાં ઘાલે ને સહેજ પગ લથડે કે તરત જ નીકળી જાય, કાનાજીની મૂછો હવામાં ફરફર થવા લાગી. હોઠ આઘાપાછા કરતાં કરતાં મૂછોનો ફફડાટ વધતો જતો હતો. પાછી ધોતિયાના છેડા પર નજર પડી. ધૂળમાં પડેલો ધોતિયાનો છેડો મેલોદાટ દેખાતો હતો. લથાડાતા દેહને સહેજ કાબૂમાં રાખીને, પગ વાળી ધોતિયાનો છેડો પકડવા કોશિશ કરી. ધોતિયાનો છેડો તો હાથમાં ન આવ્યો, પણ નાળિયેરની છાલ એના હાથમાં આવી. ‘હં... હવઅ ચ્યાં જવાનો છઅ તું...’ કહીને ઉઘાડવાસ થતી આંખો સ્થિર કરીને નાળિયેરની છાલ કેડમાં ઘાલી દીધી. જાણે જગત જીત્યું હોય તેવો ભાવ એના મોઢા પર આવી ગયો. એણે અટ્ટહાસ્ય વેર્યું. છોકરાં ‘એ... એ... એ...’ કરતાંક ફરરફસ હસી પડ્યાં. વાતાવરણ હાસ્યમય બની ગયું. કાનાજીએ ત્રાંસી આંખે છોકરાં ભણી જોયું ને પછી છોકરાં તરફ ઘૂરી કરતાં કહ્યું : ‘ચ્યમ’લા, ઑમ ભેળાં થ્યાં સો! નાહો, નકર આ ધારિયું જોયું છઅ.’ છોકરાં તો ભાગંભાગ કરવા લાગ્યા. મફા તૂરીની વહુ રેશમ ત્યાંથી નીકળી. એને જોઈને કાનાજી રંગમાં આવી ગયો. ‘રેશમડી, તારો મફલો છઅ ઘેર...’ ‘છઅ! હું કોમ છઅ તમારઅ!’ ‘મારઅ ઈનઅ મળવું છઅ.’ કહીને થોથવાઈ ગયેલા ગાલ ફુલાવીને કાનાજી લથડિયા ખાતાં ખાતાં ‘એ તો મારી સોનકંહારી, એ તો મારી સાવળીંગા, એ તો મારી હોથલ પદમણી’ બબડતો બબડતો રેશમ જતી હતી તેની ઊલટી દિશામાં જવા લાગ્યો, રેશમ એની સામેથી મોં ફેરવીને આઘે ઊભેલાં છોકરાંને કહેતી હોય તેમ બોલી : ટાંગો તો ટકતો નથી નઅ આખા મલકની પટલઈ ઠોકઅ છઅ. હું લેવા આટલો બધો ડહતો હશીં...’ રેશમ તો ગઈ. કાનાજી થોડો આગળ ચાલ્યો, પછી શું થયું તે પાછો વળ્યો, જે દિશામાં રેશમ ગયેલી તે દિશામાં એ આગળ વધ્યો. ઝાંપા આગળ પડદા બાંધેલા હતા. કાનાજી વાંકો વળીને પડદાની પાછળ કાંઈક શોધવા લાગ્યો, પછી હી. હી.. કરીને હસી પડતાં બોલ્યો, ‘મારી વીજળીને ચ્યમ લાગી વાર...’ આવતાં જતાં માણસોને કાનાજીની હરકતો જોઈને મજા પડતી હતી. પણ આ તો રોજનું થયું. ને સાચું પૂછો તો કાનાજીને કોઈની પડી પણ નહોતી. પડદા આગળ થોડી વાર આઘોપાછો થઈને એ તૂરીવાસના નાકે આવીને ઊભો રહી ગયો. ધારિયાના ફળા પર દાઢી ટેકવીને મફા તૂરીના ઘર તરફ આંખો ફેરવવા લાગ્યો, ડાયા તૂરીની રઈલી કેડમાં ઘડો લઈ પાણી છલકાવતી છલકાવતી નીકળી. કાનાને જોઈને એ બોલી : ‘કાનાભા, ચ્યા આંય ઊભા સો.’ કાનાજીએ હીહીહી... હીહીહી... કરીને મોં આઘુંપાછું કરી લીધું. પછી રઈલીને બૂમ પાડીને બોલ્યો :