શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૧૨. તમારી છાયામાં

Revision as of 12:42, 11 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૨. તમારી છાયામાં|}} <poem> તમારી છાયામાં સતત ખૂલતું જાય હૃદય,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧૨. તમારી છાયામાં


તમારી છાયામાં સતત ખૂલતું જાય હૃદય,
અને હું હેરું છું અચરજ ઘણાં જીવન તણાં,
તમારા માર્ગે મેં કદમ ભરવા હિંમત કરી,
હવે માતા, તારે કરવું પડશે મારું જતન.

તમારા વાત્સલ્યે હસતી હરિયાળી ધરતી હો!
તમારા તેજે હો ગગન-સરમાં સૂર્ય ખીલતો!
તમારા શબ્દોથી સતત ખૂલતા સંચ મુજ હો!
તમારા મૌને હો મધુરતમ શાંતિ રણકતી!

તમે માતા, મારી તરસ પરખી જે રસ મને
ચહો પાવા, પાજો, હરખભર તે પી જઈશ હું;
તમે જ્યાં રાખો ત્યાં ઘર મુજ ગણીને રહીશ હું,
તમારો ત્યાં દીવો તમસ હરતો હો ઝળકતો!

બધા સંઘર્ષોમાં સતત શિવ-શાંતિ વરસતી,
તમારી સતકૃપા અણુ અણુ મને હો પરસતી!

૧૦-૧૦-૨૦૦૩

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૦૧)