ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર-૩

Revision as of 11:45, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાકર-૩'''</span> [                ] : હરિજન ગરોડા બ્રાહ્મણ. પિતાનામ સાચર. જન્મ સિદ્ધપુર પાસે ડાભડીમાં તેમના દાદા વીરાને રાધનપુરના નવાબના ત્રાસની સામે થતાં વતન છોડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાકર-૩ [                ] : હરિજન ગરોડા બ્રાહ્મણ. પિતાનામ સાચર. જન્મ સિદ્ધપુર પાસે ડાભડીમાં તેમના દાદા વીરાને રાધનપુરના નવાબના ત્રાસની સામે થતાં વતન છોડવું પડ્યું તેથી પછીથી વિરમગામ તાલુકાનાં કાંઝમાં અને પાછળથી છનિયારમાં નિવાસ. કવિ ત્રિકમસાહેબ (અવ. ઈ.૧૮૦૨)ની પૂર્વે લગભગ ૫૦ વર્ષ પહેલાં થયેલા કહેવાય છે. એમની જન્મ, નામકરણ, સીમંત, લગ્ન, વાસ્તુ, હળ જોતરવું વગેરે અનેક પ્રસંગોની વિધિઓ અને એનાં મુહૂર્તો વર્ણવતી અને જ્યોતિષના અન્ય વિષયો અંગેની ‘આરજા’ નામક ૭૯ લઘુ પદ્યરચનાઓ (મુ.) મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦.[કી.જો.]