ખારાં ઝરણ/2

Revision as of 10:13, 12 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2|}} <poem> દશ્યો છે, બેશુમાર છે, આંખો છે કે વખાર છે? આકાશે ધક્કો માર્યો, ખરતા તારે સવાર છે. ગુલામપટ્ટો પહેરાવે, ઈચ્છાઓનું બજાર છે. નામ જવા દો ઈશ્વરનું, ગામ આખાનો ઉતાર છે. પરપોટામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
2

દશ્યો છે, બેશુમાર છે,
આંખો છે કે વખાર છે?

આકાશે ધક્કો માર્યો,
ખરતા તારે સવાર છે.

ગુલામપટ્ટો પહેરાવે,
ઈચ્છાઓનું બજાર છે.

નામ જવા દો ઈશ્વરનું,
ગામ આખાનો ઉતાર છે.

પરપોટામાં ફરે હવા,
જળ મધ્યેનો વિહાર છે.

મેં દીઠી છે સુગંધને,
પતંગિયાનો પ્રકાર છે.

મેં સારેલાં આંસુઓ,
તારે નામે ઉધાર છે.
૨૩-૩-૨૦૦૭