કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૩. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

Revision as of 15:48, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૨૩. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે}} <poem> {{Space}}{{Space}}કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, {{Space}}{{Space}}બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા {{Space}}{{Space}}{{Space}}{{Space}}આંગળીથી માખણમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૩. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
                  બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
                                    આંગળીથી માખણમાં આંક્યા,
નાનકડાં નૅણ થકી ઝરમર ઝરે છે જેવાં
                                    ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
                  એના હોઠ બે બિડાયા હજી તોરે,
                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
                                             હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
                                    કાનકુંવર શું ઓછા હતા કાળા?
                  બંધ છોડે જશોદાને ક્‌હો રે,
                  કોઈ જઈને જશોદાને ક્‌હો રે,
                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
૧૯૬૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૭-૧૨૮)