ગુજરાતી કવિતાનો આસ્વાદ/સાગર અને શશી

Revision as of 06:03, 29 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાગર અને શશી| સુરેશ જોષી}} (શંકરાભરણ) <poem> આજ મહારાજ! જલ પર ઉદય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાગર અને શશી

સુરેશ જોષી


(શંકરાભરણ)

આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે!
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી.
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી!
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

– ‘કાન્ત’ (પૂર્વાલાપ)