અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદુલાલ મણિલાલ દેસાઈ /તારા ધીમા ધીમા આવો

Revision as of 16:06, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તારા ધીમા ધીમા આવો તારા રમવાને સૌ આવો તારા રૂપા ગેડી લાવો તારા ધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

તારા ધીમા ધીમા આવો
તારા રમવાને સૌ આવો
તારા રૂપા ગેડી લાવો
તારા ધીમા ધીમા આવો
તારા સંભાળીને આવો
તારા એકે એકે આવો
તારા છાનામાના આવો
તારા ધીમા ધીમા આવો
તારા ચાંદા સાથે આવો
તારા મીઠાં ગીતો ગાઓ
તારા થાકો ત્યારે જાઓ
તારા ધીમા ધીમા આવો.