પંખી તો ઊડ્યું, રણઝણતું રહ્યું એકાન્ત શાખે!
આખીયે રાત કંસારી ને તમરાં એકાન્ત ખોદે!
બંધ બારણે હવા પછાડે માથું બારીઓ હસે! ૨૩-૧૦-’૭૯