પંખી તો ઊડ્યું, રણઝણતું રહ્યું એકાન્ત શાખે! * આખીયે રાત કંસારી ને તમરાં એકાન્ત ખોદે! * બંધ બારણે હવા પછાડે માથું બારીઓ હસે! ૨૩-૧૦-’૭૯