નયન હ. દેસાઈની કાવ્યસંપદા/રિસાયેલાં રાજવણનું ગીત

From Ekatra Foundation
Revision as of 03:30, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રિસાયેલાં રાજવણનું ગીત}} {{Block center|<poem> સાવ સૂનું આકાશ ને એમાં એકલતાની ચીસ {{right|કે, રાજવણ આવી તે હોય રીસ?}} ઢળે ઢોલિયા રાત સૂએ નહીં : બહાનાંઓ બત્રીસ {{right|કે, રાજવણ આવી તે હોય રીસ?}} {{gap}}ઊમ્બર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રિસાયેલાં રાજવણનું ગીત

સાવ સૂનું આકાશ ને એમાં એકલતાની ચીસ
કે, રાજવણ આવી તે હોય રીસ?
ઢળે ઢોલિયા રાત સૂએ નહીં  : બહાનાંઓ બત્રીસ
કે, રાજવણ આવી તે હોય રીસ?

ઊમ્બર માંગો :આંગણ દઈ દઈએ
પાદર માંગો : પાટણ દઈ દઈએ
માંગો અભરે રાજ
કિન્તુ સુકા ઘાસની વચ્ચે મુકાય કૈં માચીસ?
કે, રાજવણ આવી તે હોય રીસ?

ઝૂરે ઝરૂખો ઝૂરે અટારી
હરેક પગરવ બન્યા કટારી
દિલનો સૂનો સાજ
એકલતાના ખેલમાં કોને સંભળાશે અબ્બીસ?
કે, રાજવણ આવી તે હોય રીસ?