હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય
Jump to navigation
Jump to search
સર્જક-પરિચય
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ.હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. ( સ્કીન )અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે એમના પ્રકાશિત પુસ્તકોમાં ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર ( કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક"મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે. એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
- શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
- કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
- હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.
પરિચયકર્તા : રઈશ મનીઆર