ગુજરાતી નારીસંપદા : કવિતા/ચુંદડીનો રંગ

Revision as of 02:57, 21 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચૂંદડીનો રંગ

સુરેશા મજમુદાર

મારી ચૂંદડીનો રંગ ઉડી જાય, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
તારાં તપતાં કિરણ ના ખમાય, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે... કુમકુમ જો ચાંદલાનું રેલાયે ભાલથી
કાજળ કાળાશ છાઈ વરણાગી વાનની
મારી રંગભરી પાનીઓ દઝાય, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે... શ્વેતલ મુજ અંગ પરે, પ્રસ્વેદ બિન્દુ ઝરે
રૂડા રંગે ઝાંખપ નવ લાવ, રવિરાજ
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે...કલ્પનાની ક્યારી મારી, કિરણે સુકાય ભારી,
શીળી ચંદાની રીત અપનાવ, રવિરાજ,
મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.

***