બહુરંગી/કોણ ચલાવે રાજ, બોલો!

Revision as of 00:48, 27 May 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોણ ચલાવે રાજ, બોલો!}} {{Block center|<poem>ચાળીસમે પણ ચલકચલાણું? થતાં રહ્યાં તારાજ, બોલો! અમેય રૈયત, તમેય રૈયત! કોણ ચલાવે રાજ, બોલો? મતપેટી કે મંત્રતંત્રથી ફાટફૂટ ભઈ, ફૂલફટાક! માણસથી મત મોટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કોણ ચલાવે રાજ, બોલો!

ચાળીસમે પણ ચલકચલાણું?
થતાં રહ્યાં તારાજ, બોલો!
અમેય રૈયત, તમેય રૈયત!
કોણ ચલાવે રાજ, બોલો?

મતપેટી કે મંત્રતંત્રથી
ફાટફૂટ ભઈ, ફૂલફટાક!
માણસથી મત મોટા કીધા;
નેવે મૂકું લાજ, બોલો!.. કોણ ચલાવે...

ટળવળતી, તરફડતી
સગ્ગી જનતા સામે મીંચી આંખ,
થર્ડ વર્લ્ડના ચક્કર વરતી!
જાતે પ્હેર્યા તાજ, બોલો!.. કોણ ચલાવે...

દેશવિદેશે ધજા ફરકતી;
સ્વિસબૅન્કમાં આણ વરતતી;
સબમરીન સળતળિયે પહોંચી;
કોનાં સરતાં કાજ, બોલો!.. કોણ ચલાવે...

શહેર સળગતાં, નદીઓ મેલી;
સડતી લાશો, જંગલ ખાલી;
ગંગાજળથી શબ નવડાવ્યું,
પછી સજાવ્યા સાજ, બોલો!... કોણ ચલાવે...

સપના ઉપર સપનું મૂકી,
ચાળીસ માળ ચડાવ્યા ભારે!
ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
હવે તો આવ્યાં વાજ, બોલો!... કોણ ચલાવે...

કેટલું કહેવું? ક્યાં લગ સહેવું?
નથી થવું નારાજ, બોલો!
ચલો, ઉગામો મુક્કી સાથી!
રગદોળીશું તાજ, બોલો!... કોણ ચલાવે...

૧૫ ઑગસ્ટ, ૧૯૮૭

ડૉ. સરૂપ ધ્રુવ
કાવ્યસંગ્રહ ‘સળગતી હવાઓ’માંથી

રચના સંદર્ભ
૧૫ ઑગસ્ટ, ૧૯૮૭ના દિવસે આપણા દેશની આઝાદીનાં ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ આઝાદી અને ચાળીસ વર્ષનું પૃથક્કરણ કરતું આ ‘આપણું ગીત’ હજી આજેય આ ગીત સુસંગત લાગે છે!