કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી
Revision as of 12:23, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી| ચંદ્રકાન્ત શેઠ}} <poem> '''૧''' આકાશનાં...")
૪૨. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી
ચંદ્રકાન્ત શેઠ
<poem> ૧ આકાશનાં મોતી તો
- મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
- ઝબક્યાં ડૂંડે ડૂંડે.
૨ શું તારો જ ખર્યો છે? જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
- આંખમાંથી!
૩ નાવ ભાંગી ખડક પર, ને મોજું ભાંગ્યું કાંઠે, ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
- મારી અંદર દરિયે!
૪ અંદર હચમચી ગયાં છે મૂળિયાં, પાન, ફૂલ, ફળના નહીં;
- ખાલીપાના ભારે!<poem>
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)