મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૧)
પદ (૨૧)
રમણ સોની
ચાલને સખી
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે,
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.::: ચાલ
પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે;
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.::: ચાલ
રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે;
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.::: ચાલ