મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૮)

From Ekatra Wiki
Revision as of 09:30, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮) |રમણ સોની}} <poem> રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે, :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૧૮)

રમણ સોની

રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે,
તે તો મારા મંદિરિયામાં સંભળાય.
જીવડો આકુળ-વ્યાકુળ થાય.
પાણીડાને મસે રે, બહેની! જોવા નીકળી રે; રૂડી૦

ઉઢાણી ભરાવી આંબા ડાળ,
બેડલું મેલ્યું રે સરોવર પાળ.
કહાનજી કોડીલો રે છેડો મારો ગ્રહી રહ્યો રે; રૂડી૦

‘મેલો, મેલો, પાતળિયા કહાન!’
તેણે મારી ગઈ છે સુધ ને સાન.
નરસૈંયાચો સ્વામી રે, બાઈ! મુંને તાંહાં મળ્યો રે, રૂડી૦