મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૪)

Revision as of 10:05, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૪)|રમણ સોની}} <poem> જાગો રે જશોદાના જીવન, વાહાણેલાં વાયાં;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૩૪)

રમણ સોની

જાગો રે જશોદાના જીવન, વાહાણેલાં વાયાં;
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં. ટેક.

પાસું રે મરડો તો વાહલા, ચીર લેઉં રે તાણી;
સરખી સમાણી સૈયરો સાથે, જાવું છે પાણી.
જાગો રે
પંખીડાં બોલે રે વાહલા, રજની રહી થોડી;
સેજલડીથી ઊઠો વાહલા, આળસડાં મોડી.
જાગો રે
સાદડી પાડું તો વાહલા, લોકડીઆં જાગે;
અંગુઠો મરડું તો, પગના ઘૂઘરા ગાજે.
જાગો રે
સાસુડી જાગે રે વેરણ નણદી જાગે;
ઓ પેલી પાડોસણને ઘેર, વલોણું વાગે.
જાગો રે
જેને જેવો ભાવ હોય તેને, તેવું રે થાએ;
નરસઈયાચા સ્વામી વિના રખે, વાહણલું વાએ.
જાગો રે