મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૫)

From Ekatra Wiki
Revision as of 06:02, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૫)|રમણ સોની}} <poem> જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું રે, દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૧૫)

રમણ સોની

જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું.
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ પાંજર પડી તો રહ્યું.
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં.