મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૮)
Revision as of 06:04, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮)|રમણ સોની}} <poem> ઉપાડી ગાંસડી વેઠની રે ઊપાડી ગાંસડી વેઠ...")
પદ (૧૮)
રમણ સોની
ઉપાડી ગાંસડી વેઠની રે
ઊપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે શામળશા શેઠની રે, કેમ નાખી દેવાય?
ઊની ઊની રેતીમાં પગ બળે છે:
લૂ વાય છે માસ જેઠની રે; કેમ નાખી દેવાય?
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
મને લગની લાગી છે ઠેઠની રે: કેમ નાખી દેવાય?