મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૯)

From Ekatra Wiki
Revision as of 07:20, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૯)|રમણ સોની}} <poem> પ્રીત પૂરવની પ્રીત પૂરવની રે શું કરું,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૨૯)

રમણ સોની

પ્રીત પૂરવની
પ્રીત પૂરવની રે શું કરું, ઓ રાણાજી!
મારી પ્રીત પૂરવની રે શું કરું?
હો મેવાડા રાણા! મનડું લોભાણું તેને શું કરું?          રાણાજી

રામજી ભજું તો મારું હૈયું ઠંડું થાય;
ભોજનિયાં ન ભાવે, નયને નિંદલડી ન આય.          રાણાજી

કંઠે માળા દોવડી, મારે શીલવ્રત શણગાર;
કેમ કરી વીસરું રામને, મારા ભવભવનો ભરથાર.          રાણાજી

પેઈઆ બાસક ભેજિયા ને દિયા મીરાંને હાથ;
હાર ગળામાં નાખિયો ને મહેલ ભયો ઉજાસ.          રાણાજી

વિખના પ્યાલા ભેજિયા ને દો મીરાંને હાથ;
કરી ચરણામૃત પી ગયાં, મારા રામતણે વિશ્વાસ.          રાણાજી

વિષના પ્યાલા પી ગયાં ને ભજન કરે રાઠોડ;
તારી મારી નહિ મરું, મને રાખણવાળો ઓર.          રાણાજી

રાઠોડાંની દીકરી ને સીસોદાંને સાથ;
લઈ જાતી વૈકુંઠડે, મારી પ્રથમ ન માની બાત.          રાણાજી

મીરાં દાસી રામકી ને રામ ગરીબનવાજ;
મીરાંકી લજ્યા રાખજો, મારી બાંહ ગ્રહ્યાની લાજ.          રાણાજી