મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી
Revision as of 08:09, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘નલ-દમયંતી રાસ’ માંથી| રમણ સોની}} <poem> (દમયંતી-વસ્ત્ર છેદતાં...")
‘નલ-દમયંતી રાસ’ માંથી
રમણ સોની
(દમયંતી-વસ્ત્ર છેદતાં નળના ડાબા-જમણા હાથ વચ્ચેનો સંવાદ)
લીધી હાથી કૃપાણિકા રે, છેદિવા માંડ્યઊ ચીર,
જિમણઊ ડાવાનઈં કહઈ રે, આવી તું ચીર છેદિ ચીર.
ચઊરી માંહે મઈં ચડી રે, જિણ પરણી બહુ પ્રેમ,
જિમણઊ કહઈ મુજ ચીરનઈ રે, છેદતાં આવઈ કેમ?
ડાવઊ જિમણાનઈં કહઈ રે, સાંભલિ મોરી મીત,
હથ લેવઈ રસતઈં લીયઊ રે, તે વાત આણી તું ચીત.
કંસાર ખાધઊ તઈ એકલઈ રે, મુજનઈ ને તેડ્યઉ તેથિ,
તું પેઠ તૂં મંગતઊ રે, મુજ કયુ તેડઈ એથિ.
ભોજન જીમઈ તું ભલાં રે, માખી વીજાવઈ મુજ,
તું નાસઈ તીર નાંખતાં રે, હું આગઈ કયું ઝુબ્બ.
તું વીટઈ સિર પાઘડી રે, હું સમારિ કયું સૂલ,
હું ભારીખમઊ તોલતાં રે, તે વાત ગઈ તુજ ભૂલ.
ડાવઊ જિમણઊ બે મિલી રે, વીનતી કરઈ સુણિ હાય,
બીજું કહઈ તેમ્હે કરાં રે, પણ ચંડાલ કરમ ન થાય.