મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૫

From Ekatra Wiki
Revision as of 05:35, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| રમણ સોની}} <poem> (રાગ ભૈરવ) મર્મ સમઝ રે મનૂઆ મેરા, તોમે સમાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ ૫

રમણ સોની

(રાગ ભૈરવ)
મર્મ સમઝ રે મનૂઆ મેરા, તોમે સમાસ હોવે જબ તેરા;
મન જગતકા ધરનહારા, મન મૂઆ નીમડા સંસારા.
મર્મ સમઝ૦ ૧
ચૌદ લોક સ્ફૂર્યા હે મનકૂં, તાથેં મન પાવે બંધનકૂં;
મન મૂઆ તબ હે સબ રામા, ઇહલોકી પરલોકી ભાગી કામા.
મર્મ સમઝ૦ ૨
મન મૂએથે રહે જે મનવા, સો હરિ રૂપ જાણજે જનૂઆ;
કહે અખો રહ્યા નાહીં બાકી, જબ હિકમત બૂઝી ઘર વાકી.
મર્મ સમઝ૦ ૩