મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૨
Revision as of 10:19, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| રમણ સોની}} <poem> ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલ...")
પદ ૨
રમણ સોની
ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;
ભાલ શશી અતિ સુંદર સોહે, પરવરિયા ગણ સુભટો રે, ગિરીશ
રત્નખચિત કનકાચલ બૈઠે, શૈલસુતા શિવ નિકટે રે;
ફણિધર મણિ અહિકુંડલ ઝલકે, લલિત વદન જટામુકુટે રે. ગિરીશ
કૈલાસપતિ શિવ નિરખી નયને ઉતરો ભવસાગરતટે રે;
શિવાનંદ કહે હું એટલું માગું, મોરી રસના શિવ શિવ રટે રે. ગિરીશ