અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર
Revision as of 07:13, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશી
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)