ઉપજાતિ/ના હામ ભીડજે

From Ekatra Wiki
Revision as of 05:29, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ના હામ ભીડજે| સુરેશ જોષી}} <poem> તને ગણે નાથ તું ચૌદ લોકનો, રે ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ના હામ ભીડજે

સુરેશ જોષી

તને ગણે નાથ તું ચૌદ લોકનો,
રે કિન્તુ પૂછું: કદિ જાણ્યું કે તેં
પાતાળ મારે રુધિરે છ કેટલાં?

ના તાગવા એ કદિ હામ ભીડજે,
બુદ્બુદ શો ક્યાં અટવાઈ જાશે!

ક્ષીરોદધિની રૂડી શેષ શય્યા,
ત્યાં માણ તું લક્ષ્મીની પાદસેવા.