ઉપજાતિ/આખરી યુદ્ધ

From Ekatra Wiki
Revision as of 05:43, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આખરી યુદ્ધ| સુરેશ જોષી}} <poem> મરેલ માનાં સ્તન ચાવી થાક્યું બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આખરી યુદ્ધ

સુરેશ જોષી

મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.