ઉપજાતિ/દીક્ષા

From Ekatra Wiki
Revision as of 05:46, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દીક્ષા| સુરેશ જોષી}} <poem> ઊભા રહો, ચાદર ખોલી માટીની હું કોળતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દીક્ષા

સુરેશ જોષી

ઊભા રહો, ચાદર ખોલી માટીની
હું કોળતાં આ બીજને પૂછી લઉં:
અસ્તિત્વ છે આકરી માત્ર શિક્ષા?
કે શક્ય છે સાહસ કેરી દીક્ષા?