ઉપજાતિ/ખગોળનું અન્તર
Revision as of 05:52, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખગોળનું અન્તર| સુરેશ જોષી}} <poem> ક્યારે ન જાણું હળવેથી ગાડી ચ...")
ખગોળનું અન્તર
સુરેશ જોષી
ક્યારે ન જાણું હળવેથી ગાડી
ચાલી અને અંગુલીઓ ગુંથેલી
આ આપણી બંધ થતાં શિથિલ
ધીમે સરી દૂર થતી ગઈ અને
રહી ગઈ સ્પર્શની માત્ર યાદ!
શો ઘૂઘવ્યો સાગર દૂરતાનો,
ડૂબ્યા મિનારા; અહ ક્યાં કિનારો!
ભૂગોળનું અન્તર સ્હેજમાં તો
ખગોળનું અન્તર રે બની ગયું