ઉપજાતિ/વારસો
Revision as of 05:56, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વારસો| સુરેશ જોષી}} <poem> આવો, બતાવું તમને હું વારસો: એથેન્સમા...")
વારસો
સુરેશ જોષી
આવો, બતાવું તમને હું વારસો:
એથેન્સમાં તે દિવસે મને ય
સોક્રેટિસે પ્રેમથી બિન્દુ એક
હેમ્લોકનું દીધું હતું, હજુ તે
વહી રહ્યું છે મુજ રક્તની મહીં.
ઇસુ તણો કંટકતાજ મેં ય
ધાર્યો હતો મસ્તક પે ઘડીક;
જુઓ હજુ ઉઝરડા પડ્યા તે
ધારું અલંકારની જેમ ભાલે.
ગાંધી અને મેં હજુ માત્ર કાલે
ગોળી ઝીલી સાવ જ ખુલ્લી છાતીએ;
ધીમે જરા, ઘા હજુ તો હશે લીલો,
જુઓ બતાવું, હળવેથી સ્પર્શજો.