ઉપજાતિ/પૂર્ણિમા
Revision as of 05:59, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણિમા| સુરેશ જોષી}} <poem> અંધારની નાગણ કાળમુખી, ઈંડું પણે...")
પૂર્ણિમા
સુરેશ જોષી
અંધારની નાગણ કાળમુખી,
ઈંડું પણે પૂર્વમહીં મૂકી ગઈ;
એ ફોડીને સર્પ વિશેષ ઝેરીલો
ઘેરી વળી ગ્રાસ કરે સમસ્તનો
તેની પહેલાં જઈ કોઈ એની
નાંખો કરી કચ્ચર ઝીણીઝીણી.