પરકીયા/ચાઓ કુ
Revision as of 09:25, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાઓ કુ| સુરેશ જોષી}} <poem> હું એકાકી ચઢું છું નદીકાંઠેના મિના...")
ચાઓ કુ
સુરેશ જોષી
હું એકાકી
ચઢું છું નદીકાંઠેના મિનારા પર;
હૈયામાં વેદના.
ચન્દ્ર ચળકે છે
જળના જેવો;
ને જળ છે આકાશના જેવું.
મારી સાથે અહીં ચન્દ્રને જોવા
આવી હતી તે ક્યાં છે આજે?
ને છતાં
અહીં બધું છે જેમનું તેમ
ગયે વર્ષે હતું તેમ.