કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૬. પારાવારના પ્રવાસી

From Ekatra Wiki
Revision as of 07:49, 31 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. પારાવારના પ્રવાસી | બાલમુકુન્દ દવે}} <poem> ::આપણે તે દેશ કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૬. પારાવારના પ્રવાસી

બાલમુકુન્દ દવે

આપણે તે દેશ કેવા?
આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના હે...જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા,
કોટડાં કૂદીને ભાગ્યા,
આપણે કેદી ના કારાગારના હે...જી.
આપણે પ્રવાસી પારાવારના હે...જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી,
પાંખ જો પ્રકાશ-ભીંજી,
આપણે પીનારાં તેજલધારનાં હે...જી.
આપણે પ્રવાસી પારાવારનાં હે...જી.

આપણે ભજનિક ભારે,
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે,
આપણા આનંદ અપરંપારના હે...જી.
આપણે પ્રવાસી પારાવારના હે...જી.
૧૪-૮-’૪૬
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૨)