કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૭. ફૂલ
Revision as of 05:06, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ| નલિન રાવળ}} <poem> જ્વાલામુખી પર્વત શિખરની ટોચ ફૂટતું ફૂલ...")
ફૂલ
નલિન રાવળ
જ્વાલામુખી પર્વત શિખરની ટોચ ફૂટતું
ફૂલ
ખીલતા હાસ્યથી
પંખીભર્યા કિલકાર કરતા આભને
હળવેકથી તોળે.
(અવકાશપંખી, પૃ. ૩૨૪)